2 Jul 2025, 11:42 UTC658 views5 reactionsread 8 August 2026 *ફુગ્ગો શોધવાની આસાન રીત*
એક દિવસ શિક્ષકે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને કહ્યું,
" હું તમને બધાને એક કાર્ય સોંપું છું. હું તમને દરેકને એક એક ફુગ્ગો આપું છું. તમારે તે ફુગ્ગો ફુલાવીને તેના પર પોતાનું નામ લખીને બધા ફુગ્ગા બાજુના ખાલી રુમમાં રાખવાના છે. શિક્ષકે દરેક વિદ્યાર્થીને ફુગ્ગો આપ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકની સૂચના મુજબ ફુગ્ગા ફુલાવીને તેના પર પોતાનું નામ લખીને બીજા રુમમાં રાખી દીધા.
ત્યારબાદ શિક્ષકે રુમ…
❤3👌2
17 Apr 2025, 11:55 UTC817 viewsread 8 August 2026 ગુજરાતી ટૂંકી વાર્તા
સરગવાનું ઝાડ
એક ઘર હતું એમાં એક નાનકડું કુટુંબ રહેતું હતું. આ ઘરના આંગણામાં એક સરસ મજાનું મોટું સરગવાનું ઝાડ હતું. આખું ઘર આ સરગવાના ઝાડ પર જ નભતું હતું. રોજ સરગવાનું શાક ખાય, સરગવાની કઢી સંભાર બધું સરગવાનું જ. કઈક વધે તો સરગવો વેંચીને બે પૈસા કમાઈ એ વાપરે બાકી કોઈ કાઈ કામ કરવા ના જતું.
એક દિવસ એમના ઘરે મહેમાન આવ્યા. મહેમાને જોયું કે આખું ઘર ગરીબીમાં ડૂબી ગયું છે. આ સરગવાના ઝાડ પર જ બધું નિર્…
17 Apr 2025, 02:56 UTC689 views0 reactionsread 8 August 2026 📚 એક વિશાળ જહાજનું એન્જિન બગડી ગયું. ઘણા પ્રયત્નો છતાં, કોઈ એન્જિનિયર તેને રીપેરીંગ કરી શક્યો નહીં. પછી કોઈએ એક મિકેનિકલ એન્જિનિયરનું નામ સૂચવ્યું જેમને આ પ્રકારના કામમાં 30 વર્ષથી વધુનો અનુભવ હતો. તેને બોલાવવામાં આવ્યો. એન્જિનિયર ત્યાં પહોંચ્યો અને ઉપરથી નીચે સુધી એન્જિનનું ખૂબ જ કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું. બધું જોયા પછી, એન્જિનિયરે પોતાની બેગ કાઢી અને તેમાંથી એક નાની હથોડી કાઢી. પછી તેણે હથોડી વડે એન્જિનના એક ભાગ …
9 Apr 2025, 03:11 UTC645 views1 reactionsread 8 August 2026 નાના માણસોની મોટી ભેટ ✍
એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.
એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બો…
❤1
6 Apr 2025, 16:28 UTC556 viewsread 8 August 2026 *બોધકથા : આળસુ કબૂતર*
એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતાં હતાં. ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખુબ જ સારો પાક થયો હતો. ખેતર દાણા વાળા ડૂંડાઓથી લચી રહ્યું હતું. ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી.
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
લણણી (પાકની કાપણી)નો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું. તેણે કબૂતરને પણ એમ કરવા…
3 Apr 2025, 03:10 UTC566 views0 reactionsread 8 August 2026 *બોધકથા - ખરાબ દિવસ* ✍🏻
એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.
https://t.me/Gujarati_varta
માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’
ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’
માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’
ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’
માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું…’
ભગવાને કહ્યું, ‘અચ્છા …
30 Mar 2025, 12:08 UTC504 viewsread 8 August 2026 🌱 *કોણ શ્રેષ્ઠ?*
📚 શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા અને બોધકથાઓ.
ઉનાળાની ઋતુ હતી. રાજા વિક્રમનો દરબાર ભરાયો હતો. કાલિદાસ પંડિત પણ બેઠા હતા. તે પોતાના કામમાં તલ્લીન હતા.
વિક્રમાદિત્યને મજાક કરવાનું મન થયું. તેમણે કાલિદાસને કહ્યું, 'તમે કદરૂપા છો ને આજે તો વધારે કદરૂપા લાગો છો. મને તો તમને જોઈને હસવું આવે છે. ભગવાને તમને અન્યાય કર્યો છે.”
કાલિદાસે રાજાજીની વાત મૂંગે મોઢે સાંભળી લીધી. તેમને ખરાબ લાગ્યું પણ કંઈક વિચારીને ત્યા…
27 Mar 2025, 11:07 UTC505 views1 reactionsread 8 August 2026 ✍🏻 *લાલચુ કૂતરો*
એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. તે ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો હતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.' તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી.
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના…
👍1
27 Mar 2025, 02:20 UTC466 viewsread 8 August 2026 ✍🏻 *એક ટૂંકી બોધ કથા.* 🤏🏻
👉🏻 એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો અને બીજો પથ્થર મારી રહ્યો હતો પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક શિકારી હતો. તેથી પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા જાળ જ ઉપર ચણ નાખી રહ્યો હતો અને બીજાની દાનત સારી હતી એટલે પક્ષીઓ જાળમાં ફસાય નહીં એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો. જીવનમાં ક્યારેક નજરે જોયેલું પણ સાચું નથી હોતું. સાચું કે ખોટું નક્કી કરતા પહેલા તેન…
25 Mar 2025, 07:38 UTC528 viewsread 8 August 2026 બોધકથા - વિનમ્રતા
એક વાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાંને વહાવી લઈ જઈ શકું છું.
https://t.me/Gujarati_varta
તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, "કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “
સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી …
24 Mar 2025, 02:39 UTC420 viewsread 8 August 2026 બે બહાદુર મિત્રો : બોધકથા
તમે વડોદરા ગયા હશો અને કમાટીબાગમાં તો જોયો જ હશે ને ? આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોનાં ? એ છોકરાઓ કઈ રાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે.
આ પૂતળાં હરિ અને અરજણ નામના બે યુવાન છોકરાનાં…
23 Mar 2025, 11:16 UTC390 views1 reactionsread 8 August 2026 પ્રેરણાત્મક બોધકથા
🦚 હંમેશા સત્યનો સાથ આપવો
ગુજરાતના એક પ્રાંતમાં સ્કૂલ હતી ત્યાં એક દિવસ અચાનક એક નિર્ણય સંભળાવવામાં આવ્યો કે જે પણ વિદ્યાર્થી ત્યાં ભણી રહ્યા છે, તેઓ પુસ્તકો પણ તે જ સ્કૂલમાંથી ખરીદશે. બહારની દુકાનોમાંથી કોઈપણ પુસ્તક ખરીદશે નહીં. તેની પાછળ કારણ હતું કે, આવું કરવાથી સ્કૂલ અને ટીચર્સને આર્થિક લાભ થઈ રહ્યો હતો.
બધા જ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો. બધા જ સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા માટે તૈયા…
❤1
Showing the 12 most recent of 20 posts we hold for @Gujarati_varta. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.